પૃથિવીવલ્લભ - 15

(73)
  • 8.5k
  • 5
  • 3.2k

પૃથિવીવલ્લભ - 15 (માધવનો સંયમ) બીજે દિવસે સવારે રસનિધિ સ્નાનસંધ્યા કરી શિવને બીલી ચઢાવવાને મિષે જે મહાદેવના પ્રતાપની વાત લક્ષ્મીદેવીએ કરી હતી તેનું દર્શન કરવા ગયો. શિવાલયમાં વિલાસને ધ્યાન ધરતી જાઈને રસનિધિ થોડી વાર ઊભો રહ્યો અને તે કોમળ લાવણ્યવતી બાલિકાને અરસિક વૃદ્ધોને શોભે એવા પદ્માસનને પણ મોહક બનાવતી જાઈ. એક પળવાર તેનાં બીડેલાં નેત્રોનો રૂપાળો ઘાટ, અંગરેખા, અસ્પષ્ટ છતાં અપૂર્વ મરોડ તે કવિની દૃષ્ટિએ જાઈ રહ્યો અને તે જાતાં-જાતાં તેનું હૃદય તે વૈરાગ્યની જ્વલંત આંચે ચીમળાઈ રહેલી વેલને રસ સીંચી બચાવવા તલસી રહ્યું.