પૃથિવીવલ્લભ - 13

(85)
  • 9k
  • 6
  • 3.4k

પૃથિવીવલ્લભ - 13 (લક્ષ્મીદેવી રણે ચઢ્યાં) રસનિધિએ ખિન્નતામાં માથું નમાવ્યું તે વિલાસે જાયું, અને તેનું હૈયું દ્રવી ઊઠ્યું. શી બિચારા પર આફત ! શી તેની સ્ત્રી પર આફત ! તેની સ્ત્રી બિચારી પોતાના જેવડી જ હશે અને અત્યારે એકાંત અવંતીમાં પતિવિયોગે ઝૂરી મરતી હશે. તેણે તો બિચારીએ ત્યાગવૃત્તિ નહિ જ કેળવી હોય. તેને જગત મિથ્યા છે એવો ભાગ્યે જ ખ્યાલ હશે. પોતે પરણે અને સત્યાશ્રય દૂર દેશમાં કારાગૃહ સેવે તો પોતાને શું થાય આવા વિચારો ક્યાંય સુધી તેના મનમાં ઘોળાયા કર્યા.