સત્યના પ્રયોગો - ભાગ-4 - 46

  • 6.1k
  • 1
  • 1.4k

આ પ્રકરણમાં ગાંધીજી તેમના અસીલને સત્યના માર્ગે જેલમાંથી કેવી રીતે બચાવે છે તેનું વર્ણન છે. પારસી રૂસ્તમજી ગાંધીજીના ખાસ મિત્ર હતા અને તેમને ગાંધીજીમાં ખૂબ ભરોસો હતો. ખાનગી બાબતમાં પણ ગાંધીજીની સલાહ માંગતા. તેમણે વેપાર અંગેની એક વાત ગાંધીજીથી છુપાવી હતી. પારસી રૂસ્તમજી દાણચોરી કરતા હતા. મુંબઇ-કલકત્તાથી માલ મંગાવીને ચોરી કરતા. અમલદારો સાથે તેમના સારા સંબંધને કારણે તેમની ચોરી છુપાઇ જતી. એક વખત પારસી રૂસ્તમજીની ચોરી પકડાઇ ગઇ. તેમને જેલની સજા થાય તેવી હતી. રૂસ્તમજીએ ગાંધીજીને બધી વાત કરી અને ગાંધીજીને છેતરવા બદલ માફી પણ માંગી. ગાંધીજીએ તેમને સરકારન માફી માંગી લેવા કહ્યું કારણ કે જો કેસ જૂરી પાસે જાય તો તે કોઇ હિન્દીને નહીં છોડે. ગાંધીજીએ આ કેસમાં સરકારી વકીલ અને અમલદારની સાથે રૂબરૂ અને પત્ર વ્યવહારથી વાટાઘાટો ચલાવી. ચોરીની વાત નિર્ભય રીતે કરી. પારસી રૂસ્તજીના પશ્ચાતાપની વાત કરી. છેવટે ગાંધીજીની સત્યપ્રિયતાની જીત થઇ. રૂસ્તમજીએ પોતાની દાણચોરીનો કિસ્સો લખી કાંચમાં જડાવી ઓફિસમાં લગાડ્યો.