સત્યના પ્રયોગો - ભાગ-4 - 44

  • 4.6k
  • 2
  • 1.2k

સત્યનું આચરણ કરીને કેસનો નિવેડો લાવવાના ગાંધીજીના પ્રયત્નોનું વર્ણન આ પ્રકરણમાં છે. કોર્ટમાં જજ સામે ગાંધીજી મનમાં ધ્રૂજતા ધ્રૂજતા ઉભા રહ્યાં. જેવી ભૂલની વાત નીકળી કે જજ બોલ્યા આ ચાલાકી ન કહેવાય? ગાંધીજીએ જજને સંપૂર્ણ વિસ્તારથી સમજાવ્યું કે ચાલાકીને આરોપ ખોટો છે અને એકાઉન્ટ્સની ભૂલ સરતચૂકથી થયેલી છે. ઘણાં પરિશ્રમથી તૈયાર કરેલા હિસાબને રદ્દ કરવો જજને પણ ઠીક ન લાગ્યું. સામા પક્ષના વકીલની અનેક દલીલો છતાં કોર્ટે પણ માન્યું કે હિસાબનો અનુભવી પણ ભૂલ કરી બેસે તો નજીવી બાબતમાં બન્ને પક્ષો નવેસરથી ખર્ચના ખાડામાં ઉતરે તે યોગ્ય નથી. કોર્ટે ભૂલ સુધારીને ફરી ઠરાવ મોકલવાનો હુકમ કરી સુધારેલા ઠરાવને બહાલ રાખ્યો. ગાંધીજીના હર્ષનો પાર ન રહ્યો. તેમના અસીલ અને મોટા વકીલ રાજી થયા. વકીલાતના કામમાં પણ સત્ય જાળવીને કામ થઇ શકે તેવી ગાંધીજીની માન્યતા દ્દઢ થઇ. ગાંધીજી માનતા કે ધંધાર્થે કરેલી વકીલાતમાત્રના મૂળમાં જે દોષ રહેલો છે તેને આ સત્યની રક્ષા ઢાંકી નથી શકતી