સત્યના પ્રયોગો - ભાગ-4 - 41

  • 4.8k
  • 1
  • 1.2k

આ પ્રકરણમાં ગોખલેની ઉદારતા અને ગાંધીજીના ખોરાકના પ્રયોગોનું વર્ણન છે. વિલાયતમાં ગાંધીજીને પાંસળીનું દર્દ થયું હતું. તેમની સારવાર જીવરાજ મહેતા કરતા હતા. તેમણે ગાંધીજીને દૂધનો અને અનાજ ખાવાનો આગ્રહ કર્યો. ફરિયાદ ગોખલે સુધી પહોંચી. ફળાહારની ગાંધીજીની દલીલ વિશે તેમને બહુ માન નહોતું. આરોગ્ય સાચવવા માટે ડોક્ટર કહે તે લેવાનો આગ્રહ હતો. ગાંધીજી ધર્મનો ત્યાગ કરવા નહોતા માંગતા તેથી તેમણે 24 કલાક વિચાર કરવાની ગોખલે સમક્ષ રજા માંગી. કલકત્તામાં ગાય-ભેંસ પર થતા અત્યારો ગાંધીજીએ જોયા હતા એટલે દૂધના ત્યાગને વળગી રહ્યા. ગાંધીજીએ ગોખલેને પણ કહ્યું કે ‘હું બધું કરીશ પણ દૂધ અને દૂધના પદાર્થો તથા માંસાહાર નહીં કરું. આના કરતાં તો શરીર પડે તો પડવા દઇશ. મને માફ કરશો.’ ગોખલેને ગાંધીજીનો આ નિર્ણય ન ગમ્યો પરંતુ તેમણે જીવરાજ મહેતાને ગાંધીજીની મર્યાદામાં સારવાર કરવાની સલાહ આપી. ત્યાર બાદ ગાંધીજી મગનું પાણી અને તેમાં હિંગનો વઘાર કરીને પીવાનું ચાલુ કર્યું. પીડા વધતાં ફરી ફળાહાર પર પાછા વળ્યા