આ પ્રકરણમાં ગાંધીજી સત્યાગ્રહના છમકલાની વાત કરે છે. યુદ્ધમાં સેવા આપવા સારૂ ગાંધીજી અને તેમના સાથીઓના નામ મંજૂર થયા અને તેમને ટ્રેનિંગ આપવા એક અમલદાર નીમાયા. આ અમલદાર યુદ્ધની તાલીમ આપવા પૂરતા ટુકડીના મુખી હતા જ્યારે બીજી બધી બાબતોમાં ગાંધીજી ટુકડીના મુખી હતા. સાથીઓ પ્રત્યે ગાંધીજીની જવાબદારી હતી. આ અમલદારે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી આવેલા કેટલાક શીખાઉ જુવાનીયાઓને ગાંધીજીની ટુકડીના પેટાઉપરી તરીકે નીમ્યા હતા. સોરાબજી સહિત ગાંધીજીની ટીમના અન્ય સાથીઓએ આનો વિરોધ કર્યો હતો. જુવાનો અને ગાંધીજીની ટીમ વચ્ચે મતભેદો ઊભા થયા. ગાંધીજી અમલદાર સમક્ષ આ બધી ફરિયાદ લઇને ગયા અને કહ્યું કે ટુકડીને પોતાના ઉપરીઓ ચૂંટવાનો અધિકાર આપવામાં આવે. અમલદારના ગળે આ વાત ઉતરી નહીં. તેણે કહ્યું કે આ લશ્કરી નિયમની વિરુદ્ધ છે. પરિણામ એ આવ્યું કે ગાંધીજી અને તેમની ટુકડીએ કવાયતમાં જવાનું અને કેમ્પમાં જવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો. દરમ્યાન નેટલી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઘાયલ સિપાહીઓ આવ્યા તેથી ગાંધીજીની ટુકડીની જરૂર ઉભી થઇ