સત્યના પ્રયોગો - ભાગ-4 - 39

  • 5.5k
  • 1.5k

યુદ્ધમાં ભાગ લેવો એ અહિંસાના સિદ્ધાંતો વિરૂદ્ધનું છે કે નહીં તેનું મનોમંથન આ પ્રકરણમાં છે. ગાંધીજી પર પોલાકનો તાર આવ્યો અને તેમાં આવો સવાલ હતો. ગાંધીજી કહે છે કે સત્યના પૂજારીએ ઘણીવખત ગોથાં ખાવા પડે છે. ગાંધીજી લખે છે કે સમાજમાં રહેલો મનુષ્ય સમાજની હિંસામાં અનિચ્છાએ પણ ભાગીદાર બને છે. જ્યારે બે પ્રજાઓ વચ્ચે યુદ્દ થાય ત્યારે અહિંસાને માનનાર વ્યક્તિનો ધર્મ યુદ્ધને અટકાવવાનો હોય, જેને વિરોધ અધિકારી પ્રાપ્ત ન હોય તે યુદ્ધકાર્યમાં ભળે અને તેમાંથી પોતાને અને પોતાના દેશને ઉગારવાની કોશિશ કરે. ગાંધીજીને લાગ્યું કે આવા સંજોગોમાં યુદ્ધમાં ભાગ લેવા સિવાય તેમની સામે બીજો કોઇ રસ્તો બાકી રહ્યો નહોતો. ગાંધીજીને લાગતું કે લશ્કરમાં ઘાયલની સારવાર કરવાના કામમાં રોકાઇ જનાર યુદ્ધના દોષમાંથી મુક્ત નથી રહી શકતો. ગાંધીજી લખે છે કે સત્યનો આગ્રહી રૂઢિને વળગીને જ કંઇ કાર્ય ન કરે, તે પોતાના વિચારને હઠપૂર્વક ન વળગે, તેમાં દોષ હોવાનો સંભવ હંમેશા માને.