આ પ્રકરણમા ગોખલેને મળવાની ગાંધીજીની તૈયારીઓ અને અંગ્રેજોની લડાઇમાં તેમને મદદ કરવા અંગેના વિચારોનું વર્ણન છે. ગાંધીજી વિદેશ પહોંચ્યા તો ખબર પડી કે ગોખલે તબિયત અંગે ફ્રાન્સ ગયા છે અને લડાઇના કારણે પેરીસમાં અટવાઇ પડ્યા છે. ગોખલેની અનુપસ્થિતિમાં ગાંધીજીએ વિલાયતમાં બેરિસ્ટરીનો અભ્યાસ કરતા સોરાબજી, ડોક્ટર પ્રાણજીવનદાસ મહેતા, ડોક્ટર જીવરાજ મહેતા વગેરે સાથે ચર્ચા કરી. વિલાયતમાં રહેતા હિન્દીઓની સભા બોલાવી તેમાં ગાંધીજીએ પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું કે તેમણે પણ લડાઇમાં તેમનો ફાળો આપવો જોઇએ. આ અંગે સભામાં પુષ્કળ દલીલો થઇ. ગાંધીજીને તે વખતે હિન્દીઓની સ્થિતિ ગુલામીની નહોતી લાગતી પરંતુ અંગ્રેજી પદ્ધતિમાં કરતાં તેના અમલદારોમાં દોષ દેખાતો હતો. જેને પ્રેમથી દૂર કરી શકાય. ગાંધીજીએ અંગ્રેજોની આપત્તિને પોતાની આપત્તિ ગણી લડાઇ દરમ્યાન હકો મુલતવી રાખવાનું નક્કી કર્યું અને ઘાયલ સિપાઇઓની સેવા કરવા માટે ભરતીમાં અનેક હિન્દીઓને તૈયાર કર્યા. જખમીઓની સારવાર કરવાની એક સપ્તાહની પ્રાથમિક તાલીમના વર્ગમાં 80 જણાં જોડાયા