નમુનો: ૧ (બસ બે જ મિનીટ)

(22)
  • 4.5k
  • 3
  • 1.2k

પરીક્ષાનો સમય ૧૧ વાગ્યાનો હતો. જયમીન લગભગ ૧૦:૩૦ આસપાસ તેના મિત્રને તેની સ્કુલે ઉતારી અહી પહોચેલો. લાંબો સ્કેફોલડીન્ગમાં વપરાતાં બામ્બુ સરખો અને પહોળાઈમાં વન બ્રિકવોલ જેવો જયમીન હાંફતો-હાંફતો સ્કુલમાં આવેલ. તેણે બહારની દીવાલ પર ચીપકાવેલ યાદીમાંથી પોતાનો નંબર શોધ્યો અને ક્લાસ તરફ દોડ્યો.ક્લાસમાં માત્ર ૧૫ જ લોકો હતા. તેણે પોતાની સીટ શોધી અને બેઠો. હજુ ૧૦:૩૫ થઇ હતી. જયમીનને બાથરૂમ જવું હતું, તેણે નીરીક્ષક્ને કહ્યું અને નીચે ભાગ્યો.શાળામાં આજે માત્રને માત્ર બે જ ટોઇલેટ ચાલુ રખાયા હતા.અને બંને આગળ ૨૦-૨૦ લોકોની લાઈન હતી.જયમીનને હવે સમજાયું કે અડધો ક્લાસ ખાલી કેમ હતો!!જયમીન લાઈનમાં જોડાયો. બાજુનાટોઇલેટમાં બધાજ લોકો અંદર ગયેલાને દરવાજો ખખડાવી ગાળો આપતા હતા.અને અંદરનો માણસ છેલ્લી દસ મિનીટથી “બસ..બે જ મિનીટ” કહે જતો હતો.