સાચો પ્રેમ

(40)
  • 13.7k
  • 8
  • 2.7k

સાચો પ્રેમ એ એક એવી પ્રેમ કથા છે જેમાં ભુમી અને આકાશ નાનપણથી કોલેજ સુધી સાથે રહેલા અને ભણેલા મિત્રો વચ્ચેની દોસ્તી પ્રેમની કહાની છે. બન્ને વચ્ચે અતુટ પ્રેમ છે. પરંતુ આર્થિક અસમાનતા ને કારણે લગ્ન સંબંધથી જોડાઇ શકેલા નથી. તેમ છતાં પરસ્પર એક બીજા પ્રત્યે અનહદ પ્રેમ છે અને જળવાઇ રહે છે. બન્ને પોતપોતાના જીવનસાથીને વફાદાર પણ રહે છે અને આજીવન એક બીજાને મળ્યા વગરજ પ્રેમ કરતા રહે છે. પ્રેમ ક્યારેય કોઈ બંધનનો મહોતાજ નથી રહ્યો... કેમ કે ધડકનોના પોતાના નિયમો હોય છે... એ હંમેશા માટે એક વ્યક્તિ વિશેષ માટે તો નથી જ ધડકતી. ક્યારેક આ જેની સાથે વાત કરવાથી મન આત્માને સંતોષ મળે એવી વ્યક્તિ માટે ધડકે છે, તો ક્યારેક જે એને પ્રેમ કરે છે એના માટે ધડકે છે.. હાસ્યના સાથી માટે ધડકે છે, દિશા સૂચક વ્યક્તિ માટે ધકડે છે, તો ક્યારેક અવદશામાં સાથ આપનાર માટે ધડકે છે, તો ક્યારેક ઉદાસી માંથી ખુશી તરફ લઇ જનાર વ્યક્તિ માટે ધડકે છે, પ્રેમ ક્યારેય કોઈ સંબંધના નામ નો મહોતાજ તો નથી જ હોતો. મિત્ર સ્વરૂપે પણ પ્રેમ મળે છે.. બસ પ્રેમને અનુભવતા આવડવું જોઈએ. મહેસુસ કરતા આવડવું જોઈએ, પ્રેમ આપતા આવડવું જોઈએ..