સુખ - હેપ્પીનેસ (૬)

(23)
  • 4.1k
  • 7
  • 1.4k

આપણી પાસે જે હોય છે તે સારામાં સારું અને ઉચ્ચ કક્ષાનું જ હોય છે, પરંતુ સરખામણીનાં લીધે આપણે એ વસ્તુનો આનંદ કે એનું સુખ ખોઈ બેસીએ છીએ. આ દુનિયામાં સરખામણી કરવાં જેવી વસ્તુઓ જેવી કે ટીવી, કાર, બંગલો કે કોઈ વસ્તુ હોય, પણ તેની સરખામણી આપણી વસ્તુ સાથે કરવાનો કોઈ મતલબ ક્યાં છે દરેક વ્યક્તિ પોતાની આવકના આધારે સુખ મેળવવાની કોશિશ કરે છે, અને પોષાય તે પ્રમાણે એ જરૂરિયાતના સાધનો વસાવે છે. એક કહેવત છે – ચાદર પ્રમાણે પગ લાંબા કરાય ! દેખા- દેખી કે ઈર્ષા મનુષ્યનો દુશ્મન છે ! આપણે સરખામણી એટલી બધી જગ્યા એ કરી નાખીએ છીએ કે જેની કોઈ હદ નહિ. બાળકો બાળકો વચ્ચે, એમના અભ્યાસ વચ્ચે, સુંદરતા માટે, રહેણી-કરણી માટે, આવક માટે, હરવા ફરવા માટે વગેરે વગેરે. આવી કંપેરિઝન તો સતત ચાલતી જ હોય કેમ કે એ એપાર્ટમેન્ટ ક્લચરની દેન છે.