આપણે પણ એક સરસ કામ કરી શકીએ છીએ. જયારે પણ કોઈ મિત્ર, પાડોશી કે રિલેટિવ આપણને મદદરૂપ થાય તો આપણે થેન્ક્સ કહીએ છીએ, પરંતુ એ થોડુંક મિકેનિકલ લાગે, ચીલાચાલુ લાગે. આપણે થૅન્ક્સ તો કહીયે છીએ, પરંતુ જો એક નાનકડો થૅન્ક્સનો કાર્ડ આપીએ તો આપણા થૅન્ક્સની ઈમ્પેક્ટ વધી જાય. જયારે તમારો થૅન્ક્સનો કાર્ડ એને મળે ત્યારે એની અંદરની પરિણીતી બદલાય જે એને ખુબ આનંદ અને સુખ આપે. તમારા માટે માન વધી જાય. ખરા અર્થમાં તમારી ભાવનાઓની કદર થાય. એ વ્યક્તિ હંમેશ તમને ઉમળકાથી મળશે. તમને મદદ કરવા સતત તૈયાર રહેશે. તમે કાર્ડના આપી શકો તો એક નાનકડી ચિઠ્ઠીથી તમારી કૃતજ્ઞતા (gratitude) વ્યક્ત કરો. એ પણ શક્યના હોય તો વોટ્સ એપ ઉપર એને એક સુંદર મજાનો રંગબેરંગી મેસેજ કરો. આમ સહજરી તે તમે બીજાને સુખ પહોંચાડી શકો છો અને એ વ્યક્ત કરવાની અવનવી રીતો તમે જાતે જ શોધી શકો છો અને અનુકરણમાં મૂકી શકો છો.