‘બોલ પહેલા શું ’ ‘ખારી સીંગ – સ્ટ્રોંગ કોફી .’ ‘પછી મીઠી ભેળ અને આઈસક્રીમ .’ ‘અને પછી ’ ‘……….. પછી………’ દૂર બેઠેલા પારેવા ઘુરઘુરાટ કરતા એકમેકની ચાંચમાં ચાંચ નાખીને ગેલ કરતા હતા તેમના તરફ અર્ચનાની નજર ફરતી હતી. અંશ પણ હોટલની છત ઉપર ગેલ કરતા એ પારેવા તરફ જોતો હતો – અને ફિલ્મના હીરો – હીરોઈનની લવ સીક્વન્સની એક સુરખી મગજમાં ફરી ગઈ. અને ખામોશીનું તે ગીત ગણગણવા માંડ્યો… तुम पुकार लो ..तुम्हारा इंतज़ार है…