નસીબ - પ્રકરણ - 20

(482)
  • 16.5k
  • 16
  • 6k

થર્મોકોલની જાડી શીટમાં વ્યવસ્થિત, માપ પ્રમાણેના આકારના ખાંચા પાડીને એક લાઈનમાં ચાર કાચના નળાકાર પાઈપ ગોઠવ્યા હતા... એ જાડા પારદર્શક કાચના નળાકારની અંદર રેડીયમ કલરનું ઝળકતું પ્રવાહી ભરેલું હતું... એ પ્રવાહી સતત એકધારું ગતિશીલ હતું... તપેલીમાં ચા મુકીને ગરમ કરતા જે ઉફાણો આપે એવો જ ઉફાણો એ પ્રવાહીમાં આવતો હતો. જેના કારણે એ પ્રવાહીમાં એક ચમક આવતી હતી જે સતત વધતી જતી હતી... યશવંત ફાટી આંખે અને ધડકતા હ્રદયે એ પારદર્શક કાચના નળાકારમાં ભરેલા પ્રવાહીને તાકી રહ્યો... તેની સમજમાં નહોતું આવતું કે આ પ્રવાહી શું છે અને એ કેમ આટલું ઝળકી રહ્યું છે...? હાજી-કાસમ અને ખન્ના જેવા ખૂંખાર વ્યક્તિઓ આ પ્રવાહી ભરેલી પેટીઓ લઇ આવ્યા છે એટલે આ કોઈ સામાન્ય ચીજ તો નહીં જ હોય...