સુખ - હેપ્પીનેસ (૪)

(13)
  • 3.9k
  • 3
  • 1.2k

શુન્ય એટલે ઝીરો. જાણકારી સારું - શૂન્યની શોધ આપણાં ભારતમાં થઇ છે. (A.D.458). હવે શૂન્યને કોઈપણ આંકડાની આગળ મુકવામાં આવે તો એને કિંમત હોય ના…..પરંતુ કોઈ આંકડા પછી મુકીએતો તો ચોક્કસ એ આંકડાની કિંમત વધી જાય છે. બસ ... તમારે એટલું જ કરવાનું છે. સ્કૂલ કે કોલેજનો વર્ગ ચાલુ હોય, શિક્ષક શીખવતા હોય ત્યારે બીજે ધ્યાન ન દેતા શિક્ષક જે શીખવે છે તેના ઉપર લક્ષ કેન્દ્રિત કરો. વિષયને સમજવાની કોશિશ કરો. જે બાબત સમજ ના પડી તે તરત જ શિક્ષકને પૂછો. આજુબાજુવાળા વિદ્યાર્થી તમારા ઉપર હસશે કે મશ્કરી કરશે એ ડર મન માંથી કાઢી નાખવો. બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડનો વિચાર તો મનમાં રાખશો જ નહિ. શિક્ષકની જવાબદારી છે કે એ તમને સમજાવે અને એ તમને ચોક્કસ સમજાવશે, કારણ શીખવતી વખતે દરેક શિક્ષક આનંદ અનુભવે છે. તેઓ જાણે છે કે ભાવિ પેઢીનું ઘડતર એમના થકી છે. જો તે વખતે શક્ય ના હોય તો પ્રશ્નને એક કાગળ ઉપર નોંધી, તે પીરીઅડના અંતમાં પૂછો અથવા પીરીઅડ બાદ પૂછી એની સમજણ લઈ લો.