શું કરું એ જ તો સમજાતું નથી. બિંદુને હું સુખી નહીં કરી શકું – તો કોણ કરી શકશે – કદાચ અંશ… અંશ… તો તારી અમાનતની જેમ તેને સાચવે છે. એ તો તું જે શક્યતા વિચારે છે તેની કલ્પના સુદ્ધાં કરતો નથી. અને એના પુ:સત્વ પર અર્ચનાનો અધિકાર છે. કેવી નીચ વાત તેં વિચારી લીધી છે. અંશ ! એને મન અર્ચના પત્નીના સ્થાને છે. બિંદુ તો તારી અમાનત છે. તેથી જાળવે છે. જો તારી ધારેલ વાત શક્ય બની તો પણ એનાથી એ બે પ્રેમી પંખીડાનું હાસ્ય વિલાઈ જશે. …પણ ગાંડપણની આ અવસ્થા યોગ્ય સમજાવટનું કારણ ન બની શકે… જે હું નથી આપી શકવાનો તે અંશ આપે તો ખોટું શું થવાનું છે અર્ચનાનો અધિકાર ફરજના ભાગરૂપે બની રહેતો હતો… અંશ… ના સ્નેહના આધારે તો અર્ચના બિંદુની સારવાર કરે છે. એ બિંદુ જો એના અંશને લઈ લે તો અર્ચના કેવી રીતે સાંખી લે