પૃથિવીવલ્લભ - 7

(102)
  • 10.3k
  • 10
  • 3.9k

પૃથિવીવલ્લભ - 7 ‘રસિકતા શું વિલાસે પૂછ્યું. રસનિધિએ આંખો ફાડી ઃ ‘તમને ખબર નથી ’ ‘ના.’ ‘તમે કાવ્ય સાંભળ્યાં છે ’ વિલાસ હસી ઃ ‘તમારા ભર્તૃહરિનું વૈરાગ્યશતક સાંભળ્યું છે.’ ‘શૃંગારશતક સાંભળ્યું છે ’ વિલાસે સખ્તાઈથી ઊંચું જાયું ઃ ‘એ તો પાપાચારી માટે.’ રસનિધિ હસ્યો ઃ ‘કંઈક નાટક જાયું છે ’ ‘છેક નાની હતી ત્યારે સ્યૂનદેશમાં જાયું હતું, પણ યાદ નથી.’ ‘ચંદ્રની જ્યોત્સનામાં પડ્યાં-પડ્યાં કોઈ દિવસ ગાયું છે ’ ‘ના. ચંદ્રના તેજમાં ફરવું મારે ત્યાજ્ય છે.’ રસનિધિ ગાંભરીય્થી તેના સામે જાઈ રહ્યો. ‘ત્યારે તમને રસિકતાનું ક્યાંથી ભાન હોય તમારી પાસે આ બધું કોણ કરાવે છે ’ ‘હું મારી મેળે કરું છું - મૃણાલબા માત્ર સૂચના કરે છે.’ ‘એ બધું કરવાનું શું કારણ ’ ‘ત્યાગવૃત્તિ કેળવવી.’ ‘એમ કેળવાય તમે શું ત્યાગ કરો છો તેનું તો તમને ભાન નથી.’