પૃથિવીવલ્લભ - 6

(121)
  • 10.1k
  • 13
  • 4.2k

પૃથિવીવલ્લભ - 6 રાજાએ વચન આપતાં આપ્યું તો ખરું, પણ રખે તે પાછું ખેંચી લે એવો ડર ભિલ્લમને લાગ્યો એટલે તે ત્યાંથી બારોબાર જ્યાં માલવાના કવિઓને કેદમાં પૂર્યા હતા ત્યાં ગયો. જે ભટ્ટરાજ કવિઓની ચોકી કરતો તે રાજાનું વરદાન સાંભળી વિસ્મય પામ્યો અને તેણે કારાગૃહનું બારણું મહાસામંતને ઉઘાડી આપ્યું. તેને જાઈ ત્યાં બેઠેલા પુરુષોમાં ખળભળાટ થઈ રહ્યો.