પૃથિવીવલ્લભ - 5

(127)
  • 11.3k
  • 15
  • 4.5k

પૃથિવીવલ્લભ - 5 તૈલપનું રૂપ ને તેનો ઘાટ મૃણાલના જેવાં જ હતાં. માત્ર મુખ પર શીતળાનાં કદરૂપાં ચિહ્નો નહોતાં. શરીરરેખાઓ મરદની - સ્પષ્ટ ને મૃદુતા વિનાની - હતી. આંખો જરા નાની અને ઊંડી હતી. મૃણાલના મોં પર સખ્તાઈ હતી. તૈલપના મુખ પર ક્રૂરતા હતી. તૈલપ કઠોર હૃદયનો ગણતરીબાજ અને પહોંચેલ હતો. મૃણાલે આપેલી કેળવણીને પ્રતાપે આર્દ્રતાનો અંશમાત્ર પણ રહ્યો નહોતો.