નસીબ - પ્રકરણ - 17

(264)
  • 11.4k
  • 17
  • 5.4k

સુસ્મિતા બેચેનીથી તેના કમરામાં ચક્કર લગાવી રહી હતી. તેના ગોરા, ખુબસુરત ચહેરા પર પારાવાર ચીંતાના ભાવ ઉમટ્યા હતા. તે પ્રેમ સાથે જવા માંગતી હતી પરંતુ પ્રેમે તેને ચોખ્ખી મના કરી દીધી હતી. સુસ્મિતાને પ્રેમની વાત સમજાતી હતી કે અહીં તેણે હોટલ પર રહીને બધા વચ્ચે કમ્યુનિકેશન જાળવવું જોઈએ... પરંતુ અત્યારે તેને ભારે મૂંઝવણ થઇ રહી હતી... તેને કાઈ રુચતું નહોતું. તેના મનમાં અજંપો જાગ્યો હતો અને તે પ્રેમ પાસે જવા માંગતી હતી. તે ફોન હાથમાં રમાડતી, કઈક વિચારતી...અને અટકતી હતી. આવું તેણે ત્રણ-ચાર વખત કર્યું. આખરે તેણે બોસ્કીને ફોન કરી જ નાખ્યો... બોસ્કી અત્યારે ડૉ. પ્રીતમસિંહના દવાખાને ભૂપત પાસેજ હતો...