અફઝલ વધ

(57)
  • 6.1k
  • 13
  • 1.3k

શિવાજી મહારાજ એ 17 મી સદી માં મહારાષ્ટ્ર માં થઇ ગયા. એક પરાક્રમી રાજા તરીકે ની છાપ આજે પણ જનમાનસ માં જોવા મળે છે. આજે પણ ઘણા લોકો નો આદર્શ શિવાજી મહારાજ છે. શિવાજી મહારાજ ના જીવન માં ઘણા ઉતાર ચઢાવ જોવા મળે છે. શિવાજી મહારાજ ના જીવન માં સૌથી વધારે આકર્ષાતો મુદ્દો એટલે કે અફઝલ ખાન નો વધ. આ વધ માં બહાદુરી, વીરતા અને કુશળતા ના શિવાજી મહારાજે દર્શન કરાવ્યા છે. શિવાજી મહારાજ નું બાહોશ, નીડર અને કુશળ રણનીતિજ્ઞ ચરિત્ર અહીં દેખાય છે. આ વાર્તા વાંચી ને દરેક વાચક ને શિવાજી મહારાજ પર ગર્વ થશે અને ભારત ની ભૂમિ એ કેવા વીરો પેદા કર્યા છે તેની અનુભૂતિ થશે.