બાજુની સીટ પર અમેરિકન કપલ બેઠું હતું. માર્ક અને મીશાલ સુરભિના હાથની મેંદી તાકી રહેલા. એના હાથની બંગડીઓના મધુર અવાજે માઈકલથી પૂછ્યાં વગર ના રહેવાયું કે ઃ આર ધોસ ગ્લાસ બેંગલ્સ યુ વીલ ગેટ હર્ટ ઇફ ઇટ બ્રેક્સ ! મીશાલ વચ્ચે બોલી ઃ આઈ લવ યોર મેંદી, ટેમ્પરરી ટેટુ.. યુ લુક સો પ્રીટી...! યુ આર ન્યુલી વેડ્ઝ એમ આઈ રાઈટ સ્નેહલે હકાર માં માથુ હલાવ્યું પછી શેક હેન્ડ કરી એકબીજા ને ઇન્ટ્રોડ્યુઝ કર્યા. સુરભિએ પણ થેંક્યુ કર્યા પછી પોતાની હથેળીઓ જોડી નમસ્તે કર્યુ