સત્યના પ્રયોગો - ભાગ-4 - 25

(15)
  • 4.8k
  • 3
  • 1.3k

આ પ્રકરણમાં ગાંધીજીના બ્રહ્મચર્યના મનોમંથનની વાત કરવામાં આવી છે. ગાંધીજીને ઝૂલુ લોકોની સેવા કરીને સંતોષ થયો. માઇલોના માઇલો સુધી વસ્તી વગરના પ્રદેશોમાં કોઇ ઘાયલને લઇને કે એમ જ ચાલ્યા જતા ગાંધીજીના મનમાં બ્રહ્મચર્ય વિશેના વિચારો પરિપક્વ થયા. ગાંધીજીને લાગ્યું કે સેવાને અર્થે બ્રહ્મચર્ય આવશ્યક છે. કારણ કે ‘આવા પ્રકારની સેવા તો મારા ભાગે વધારેને વધારે આવશે ત્યારે જો હું ભોગવિલાસમાં, પ્રજોત્પતિમાં, સંતાનઉછેરમાં રોકાઇશ તો મારાથી સંપૂર્ણ સેવા નહીં થઇ શકે.’ ગાંધીજીને લાગ્યું કે જો પત્ની સગર્ભા હોત તો નિશ્ચિત રીતે તેઓ આ સેવામાં ન ઝંપલાવી શકત. બ્રહ્મચર્યના પાલન વગર કુટુંબવૃદ્ધિ એ સમાજના અભ્યુદય માટેના મનુષ્યના પ્રયત્નની વિરોધી વસ્તુ થઇ પડે. ઝુલુ બળવા સમયે મદદ કરવા બદલ ગર્વનરે ગાંધીજીનો આભાર માન્યો. ફિનિક્સ પહોંચીને ગાંધીજીએ છગનલાલ,મગનલાલ, વેસ્ટ વગેરે સાથે બ્રહ્મચર્યની વાત કરી. બધાએ તેની આવશ્યકતાનો સ્વીકાર કર્યો. ગાંધીજીએ વ્રત લઇ લીધું કે હવે પછી જિંદગીભર બ્રહ્મચર્યનું પાલન કરવું. વ્રતની સાથે ગાંધીજીએ એક પથારી અને એકાંતનો ત્યાગ કર્યો