સત્યના પ્રયોગો - ભાગ-4 - 23

  • 4.7k
  • 1
  • 1.1k

આ પ્રકરણમાં ગાંધીજી ઘરમાં ફેરફારો અને બાળ કેળવણી અંગે વાતો કરે છે. ગાંધીજી સર્વોદયના રંગે રંગાઇ ગયા હતા તેથી બની શકે તેટલી સાદગી ઘરમાં રાખતા હતા.બજારનો લોટ લેવાના બદલે ઘરે રોટલી બનાવવા ઘરે ઘંટી લાવ્યા. ઘરની સફાઇ માટે નોકર હતો પરંતુ ટોઇલેટ (પાયખાનું) સાફ કરવા, બેઠકો ધોવી વગેરે કામ ગાંધીજી અને બાળકો જ કરતાં. આના પરિણામે બાળકો સ્વછતાના પાઠ શીખ્યા. અક્ષરજ્ઞાન અંગે બાળકોને ફરિયાદ રહેલી છે તેમ ગાંધીજી માનતા. ગાંધીજી બાળકોને પોતાની સાથે ઓફિસે લઇ જતા. ઓફિસ અઢિ માઇલ દૂર હતી તેથી સવાર-સાંજ પાંચ માઇલની કસરત તેમને મળી રહેતી. રસ્તામાં ચાલતાં ગાંધીજી બાળકોને કંઇક શીખવવાનો પ્રયત્ન કરતા. સૌથી મોટા હરિલાલ સિવાય બધાં બાળકો આ રીતે ઉછર્યા. હરિલાલ દેશમાં રહી ગયો હતો. ગાંધીજી માનતા કે જો તેમણે બાળકોને અક્ષરજ્ઞાન આપવા એક કલાક પણ નિયમિત ફાળવ્યા હોત તો તેઓ આદર્શ કેળવણી પામી શક્યા હોત. બાળકઓને માતૃભાષા આવડવી જ જોઇએ તેમ તેઓ માનતા