સિંઘના રણમાં

(63)
  • 11.5k
  • 9
  • 3.4k

પણ સુલતાને નિશ્ચય કર્યો હતો કે આજે પાણી શોધ્યે જ છૂટકો છે. તે તરત નદીનું વહેણ જે બાજુથી આવતું હતું તે તરફ વળ્યો. થોડે દૂર આગળ જતાં એક નાનું સરખું ગામડા જેવું કાંઇક દેખાયું. કોઈ મુસાફરો તંબુઓ ઠોકીને પડ્યા હોય એમ લાગ્યું. તે તેમની તરફ ગયો. એના આનંદનો પાર રહ્યો નહીં. જાતભાઈઓની એક નાનકડી મંડળી આંહીં થાક લેવા રાત રહી ગઈ હોય તેમ જણાયું. સુલતાન ત્યાં ઉતર્યો. એક જુવાન ત્યાં બેઠો હતો. સુલતાને તેને આ પાણીની પાર શી રીતે જવાય તે પૂછ્યું. પણ જુવાન ટગર ટગર તેની સામે જોઈ રહ્યો. તેને કોઈ વાતની ખબર હોય તેમ જણાયું નહીં. પણ આ માણસ સંકટમાં છે એમ ધારીને જુવાન બોલ્યો...