નસીબ - પ્રકરણ - 15

(246)
  • 12.2k
  • 6
  • 5.7k

સુસ્મિતાએ અહીં આ સ્ટોરરૂમમાં જે કંઈપણ ગતિવિધિ થાય એનું રેકોર્ડિંગ થઇ શકે એવી વ્યવસ્થા પહેલેથી જ કરવી રાખી હતી અને ભુપતે જે વિસ્ફોટક બયાન આપ્યું હતું તે રેકોર્ડીંગ થઇ ચૂક્યું હતું. એ ટેપ અત્યારે તેમની પાસે જ હતી અને વિમલરાય માટે એ રેકોર્ડીંગ કોઈ તોપગોળાથી કમ ન હતું. જો એ ટેપનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો એ બંનેને જેલના સળિયા ગણવાનો વારો આવે. પ્રેમ એવું જ કઈક વિચારતો હતો... પરંતુ તેમ છતાં તે જાણતો હતો કે વિમલરાય રાજ્યનો ગૃહપ્રધાન હતો અને રાજકારણમાં તેની પકડ અને વગ જબરદસ્ત હતી. પોલીસ ખાતામાં પણ તેની ધાક હોવાની...એટલે જ્યારે આ ટેપરૂપી દારૂગોળો બહાર પડે ત્યારે ગમે તે ભોગે તે આ વિડીયોટેપને સગેવગે કરવાની કોશિશ કરે જ...