નસીબ - પ્રકરણ - 14

(266)
  • 13k
  • 4
  • 6.9k

એ સમયે વહેલી સવારના ચાર વાગવા આવ્યા હતા. ટંડેલે બાતમીની ગંભીરતાને ધ્યાનમાં લેતાં કમિશનર સાહેબને ફોનથી માહિતગાર કર્યા એટલે તાબડતોબ તેઓ પણ ઊંઘમાંથી જાગીને પોતાની ઓફિસમાં આવી ગયા હતા. તેમણે ટંડેલ પાસેથી ઘટનાઓનો રિપોર્ટ મેળવ્યો અને પછી જરૂરી મુદ્દાઓ અલગ તારવ્યા. એક અલગથી નાનું યુનિટ રચવામાં આવ્યું જે ફક્ત આ બાતમી ઉપર જ કામ કરે અને જરૂરી એક્શન લે. અલીની બાતમી પ્રમાણે દોલુભા એક જ બોટમાં હેરાફેરીનો સમાન લાવવાનો હતો, એટલે વધુ માણસોને લઇ જવાની જરૂર નહોતી જણાતી. અલીના કહ્યા પ્રમાણે દોલુભાએ જે બોટ આ કામ માટે ફાળવી હતી એ એક સામાન્ય પ્રકારની ફેરીબોટ હતો એટલે એવો અંદાજ મુકાયો કે દોલુભા બોટમાં વધુ માણસો લઇને નહીં જ જાય...