દામોદરે ગઢ બીટલીમાં શું કર્યું

(34)
  • 7.1k
  • 3
  • 2.4k

‘એ સવાલ તો આમ પત્યો સમજો, દામોદર મંત્રી! વીર્યરમે વિંધ્યાટવીમાં હાથીદળ ઊભું કર્યું છે. તમે પાટણ પહોંચ્યા નહી હો ત્યાં વાત સાંભળશો કે માળવાના હાથી ભાગ્યા છે!’ ડોસો રંગમાં આવી ગયો. તેને પોતાના પાટવી પર અચલ શ્રદ્ધા હતી, ‘વીર્યરામ એનું નામ, અમારા જ્યોતિષી આનંદભટ્ટે જોઇને પાડ્યું છે, અમસ્તું નથી પાડ્યું. એ રણમાં ચડે, પછી ભલેને સામે હજાર કુંજર ઊભા હોય. માલવાનું એ માપ કાઢવા જવાનો જ છે!’ દામોદર ખુશ થઇ ગયો. તે મનમાં ને મનમાં બોલ્યો: ‘ત્યાં જજો તો ખરા, બેટમજી! ત્યાં તો સામે ભોજરાજ છે. નથી મારું ઉગતું પાટણ...’ અને એ જ વખતે એને ખ્યાલ આવી ગયો કે આ પડખે બેઠો છે ગોગ્દેવ ચૌહામ.