વિષ વેરણી ભાગ ૧૬

(44)
  • 4.5k
  • 3
  • 2.1k

મેં જવાબ આપ્યો “હા,,, ખુબ ઈચ્છા હતી એકવાર મળવાની, પૂરી કિંમત ચૂકવી ને આવ્યો છું,” મારો આવાજ સાંભળી એ ચોંકી ને પલટી અને તેણી ની આંખો સીધી મારા તરફ થઇ અને એ બોલી ઉઠી,”’ સ....સ....સ...સલીમભાઈ તમે ” “હા હું ,,,,કેમ હું અહી ના આવી શકું ”મેં પૂછ્યું. “ના મ,..મ...મતલબ તમે અહી.... ” એ આગળ કંઈ બોલવા જાય એ પહેલા મેં બન્ને બાજુની હડપચી મારા જમણા હાથ થી પકડી લીધી અને કહ્યું, ”ઈચ્છા તો એવી હતી કે સાથે એક એસીડ ની બોટલ લઇ આવતો,પણ એમ કરતા તું હિરોઈન બની ગઈ હોત, બસ તને તારી ઓરીજીનલ જગ્યા બતાવવા આવ્યો છું,, વચ્ચે તું ખોટી મારા પરિવાર માં આવી ગઈ હતી,,તારે સીધું અહીંજ આવવાની જરૂર હતી,” “છોડી દો મને સલીમભાઈ હું ,,”,પોલીસ ને બોલાવીશ,,,ર....ર....રાનીબાઈ,” એ જોર થી બોલવા જતી હતી મેં એનું મો દબાવી દીધું અને કહ્યું, ” હજુ પણ પોલીસ ની ધમકી મુમતાઝ હું કિંમત ચૂકવી ને આવ્યો છું,” “હા તો જે કામની કિંમત ચૂકવી ને આવ્યા છો એ કામ કરીને જતા રહો,” મુમતાઝ એ કહ્યું,.