અતુટ-મિત્રતા ભાગ-૧

(43)
  • 4.7k
  • 6
  • 1.3k

આમ તો આ અગ્રેજો એ આપેલી તારીખ છે એટલે કઈ દવ છુ. હેપી ફ્રેન્ડશિપ ડે બાકી સબંધોના વાર ના હોય. અને મિત્રતાની તારીખ ના હોય... રાહુલે કહ્યુ. આરવ !.... રાહુલ ની સામે જોઈને હસી રહ્યો હતો. આરવ ને હસતા જોઈને રાહુલ બોલ્યો, કેમ હસે છે... મે તને હેપી ફ્રેન્ડશિપ ડે કહ્યુ. કેમ જવાબ નથી આપતો... શુ જવાબ આપુ... તે જ તો કહ્યુ, સબંધો ના વાર ના હોય અને મિત્રતા ની તારીખ ના હોય... આટલુ બોલીને આરવ ફરી થી હસવા લાગ્યો. આ જોઈને રાહુલ થી પણ ના રેવાયુ અને તે પણ આરવ ની સામે જોઈને હસવા લાગ્યો અને બંને એ એકબીજાને ગળે લગાડી લીધા. ચાલો ભાઈ ઘરે નથી જવુ.... કોલેજ મા જ રેહવાનુ છે કે શુ... બીજા એક મિત્ર એ રાહુલ અને આરવ નુ ધ્યાન પોતાની તરફ ખેચતા કહ્યુ. હા જવાનુ છે ભાઈ... રાહુલે જવાબ આપ્યો. આરવ તુ બાઇક લઈને આવ હુ અહિયા જ તારી રાહ જોવુ છુ... . આરવ બાઇક લઈને આવ્યો અને રાહુલ તેની પાછળ બેસી ગયો. બંને મિત્રો ઘરે જવા નીકળ્યા.