ખડખડાટ હસવાની શરૂઆત કરતા બિંદુ બોલે છે. શેષ… મને આંસુઓને ડામતાં આવડે છે. આંસુના વાદળોને રડાવતા આવડે છે…. હું અંશુમાન લઈશ… તમારી પાસેથી જ લઈશ…. હું ફળેલી નાગરવેલ છું… રાવજીની પત્નીના અવાજમાં શેષભાઈ બોલે છે – ‘હું ઇચ્છાઓની અમરવેલ પર ફૂલ તો નહીં લાવી શકું પણ – અંશ સાથે રહીને અંશુમાન લઈ લે. શેષ નહીં આપી શકે તો મેરી માય બ્રધર…’