વાતમાં ને વાતમાં

(45)
  • 5.3k
  • 7
  • 1.5k

જ્યારે કોઈ તેમના નવા સર્જન વિષે વાત કરવાનું કહે ત્યારે આપણી ભાષામાં એક સારું સર્જન થઇ રહ્યું છે એ વાતનો મનને આનંદ થાય છે. આજે મારે શ્રી રાકેશ ઠક્કરના પ્રથમ ગઝલ સંગ્રહની વાત કરવાની છે. આ સંગ્રહમાંથી પસાર થતાં એમ લાગે છે કે જ્યારે તેમના મનમાં કોઈ નવીન કલ્પન આવ્યું છે કે અંતરમાં કંઇક ઘૂંટાયું છે કે પછી તેમના મનની ડાળે કોઈ શબ્દપંખી આવીને બેઠું છે ત્યારે તેમણે કલમ ઉપાડી છે.ક્યારેક આપણે કંઇ જ કહેવું નથી હોતું અને દિલ પરના ભાર વશ આપણી જાત ઉકેલી બેસીએ છીએ. ક્યાં કશું કહેવું હતું મારે કદી પણ એમને, વ્યક્ત થઇ ગઈ જાત, વાતમાં ને વાતમાં. જીવવા માટે શ્વાસ જ નહીં પ્રેમ પણ એટલો જ જરૂરી છે એ વાત કેવી ખૂબીપૂર્વક કવિ કહે છે. તાપ સૂરજનો જરૂરી હોય છે, ખીલતો ક્યાં માત્ર જળથી છોડ છે. - શ્રી પ્રવીણ શાહ (પ્રસ્તાવનામાંથી)