નસીબ - પ્રકરણ - 13

(273)
  • 12k
  • 5
  • 6k

એનો થોડોઘણો અંદેશો છે મને...સીમાએ કહ્યું. પ્રેમે સીમા તરફ જોયું. તેણે આ પહેલા આ યુવતીને ક્યારેય જોઈ નહોતી. લાંબો સોટા જેવો સપ્રમાણ દેહ તેણે પહેરેલો નાઈટ ગાઉનમાંથી ઉજાગર થઇ રહ્યો હતો... હા તે ઘણી સુંદર હતી. પ્રેમે એક નજરમાં તેને આવરી લીધી. ત્યારે જ્યારે નીચે રિસેપ્શનિસ્ટ જુલી પાસેથી ભૂપતનો રૂમ નંબર જાણીને અહીં ઉપર આ કમરમાં આવ્યો હતો ત્યારે દરવાજો ખોલીને તેની પાછળ ભરાઈ હતી અને ભૂપત એની સામે રિવોલ્વર તાકતો દોડ્યો હતો. ત્યારબાદ રૂમમાં જે ઝપાઝપી થઇ એમાં આ યુવતીએ ગઝબનો તેનો સાથ નિભાવ્યો હતો. પરંતુ તે કોણ છે એ હજુ સુધી તેની સમજમાં આવ્યું નહોતું... અત્યારે પ્રેમની નજરમાં એ જ સવાલ રમી રહ્યો હતો...