રા નવઘણની રામકી

(30)
  • 7.3k
  • 5
  • 2.4k

સાંઢણીઓની લંગર રહેતી હતી તે તરફ એ ગયો. એણે લીધેલો માર્ગ પાછળનો હતો ને લંબાણવાળો હતો. ઘણી વાર થતી હોય તેમ તેને લાગ્યું. એ એવી રીતે કેટલી વાર સુધી પેટે ઘસડાતો ગયો તેનું તેને કોઈ ભાન રહ્યું નહિ. કોઈ ચોકીદાર દેખાય, કોઈ અવાજ કરે, જરાક પ્રકાશ દેખાય. થોડો પડકાર થાય, કે તરત એ રેતીપટમાં લાંબો થઈને ગુપચુપ પડ્યો રહેતો. પછી આગળ વધતો. ધીમે ધીમે પાછળના ભાગમાં જ્યાં સાંઢણીઓની લંગર હતી ત્યાં તે આવી પહોંચ્યો. રણકી કઈ બાજુ રહેતી તે એને ખબર હતી. તે તેની તરફ ગયો. તે પેટે ઘસડાતો આવતો હતો ત્યારે, કોઈકનું ખંજર રસ્તામાં પડેલું તે એના પેટ સાથે ભટકાયું. તેણે તે તરત લઇ લીધું....