વિષ વેરણી ભાગ ૧૫

(40)
  • 5.1k
  • 2
  • 2.2k

રજાક એ મને ઈશારો કર્યોં અને અમે ત્યાંથી નીકળી ગયા, ખાલી મુમતાઝ ને મળવા માટે આટલી જદ્દોજહેદ બસ એકવાર મારે એને મળવું હતું, મારા હાથ માં ખંજવાળ આવતી હતી,મારો માળો વીંખી ને જતી રહી હતી, મારી જિંદગી માં સમીરા,રૂકસાના,રજિયા અને અમી જેવી સ્ત્રીઓ ના હોત તો કદાજ મને સ્ત્રી જાતીથી નફરત થઇ ગઈ હોત, જેમ દરેક પુરુષ સરખા નથી હોતા એમ દરેક સ્ત્રી પણ સરખી નથી હોતી,ખેર અમે ઘરે પહોંચ્યા બપોર ના એક વાગી ગયો હતો,જમવાનું તૈયાર હતું,બધા સાથે બેસી ને જમ્યા, રૂકસાના માળિયા ઉપર થી કેરમ બોર્ડ ઉતારી ને સાફ કરતા કહ્યું,