આંસુડે ચીતર્યા ગગન ૨૨

(19)
  • 4.5k
  • 6
  • 1.7k

‘ આ જન્માક્ષરો નડે છે ને તો હોમ હવન ને જ્યોતિષ બાજુ પર મૂકીને પેલા ગણેશની જેમ – ભાઈ ભાભીની આસપાસ સાત ફેરા ફરી લઈએ.’ ‘ગાંડી છોકરી ! જ્યોતિષ આપણા ભલા માટે જ કહેતા હોય છે.’ ‘પણ એમાં બૂરું ક્યાં થવાનું છે ’ ‘દીકરી ! જે રીતના ગ્રહો છે તે જોતા તારા શ્વસુરપક્ષની અત્યંત નજીકની કોઈ સ્ત્રી તારા જીવનમાં વૈમનસ્ય ઊભું કરશે.’ ‘બા – તમે કહો છો તે પ્રમાણે શ્વસુરપક્ષની નજીકની સ્ત્રી તો હું અને દિવ્યાબેન છીએ. અને અમને બંનેને તો આ લગ્ન જલ્દીથી થાય તેમાં જ રસ છે.’ ‘તું મને વહેમી માનજે મને વાંધો નથી પણ જ્યારે જ્યારે તારીખ નક્કી થાય છે ત્યારે ત્યારે કંઈક અઘટિત કેમ બને છે ’ ‘એ તો કાગનું બેસવું અને ડાળનું પડવું…’