અહીં પનીરની કેટલીક એવી વાનગીઓ પણ આપી છે જે આજથી પહેલા કોઈ દિવસ તમારા રસોડે નહીં બની હોય. આથી જ જો તમારા ઘરમાં પણ લોકો પનીરના દિવાના હોય તો આ વાનગીઓ વાંચવાનું ચૂકશો નહીં. તમે કોઇ પણ પ્રસંગમાં ભોજન સમારંભમાં જાવ ત્યારે તમારી પહેલી નજર પનીરની વાનગીઓ પર જ પડતી હશે. જો તમે કોઇ રેસ્ટોરન્ટમાં જાઓ તો બઘી સબ્જી સાથે પનીરની સબ્જી તમે ચોક્કસથી લેતા હશો. એટલે આપને પસંદ આવે એવી પનીરની અનેક વાનગીઓનું સંકલન કરીને રજૂ કર્યું છે. તો જાણી લો પનીર કેવી રીતે બનાવી શકાય, તેના લાભ શું છે અને તેની નવી- જાણીતી વાનગીઓ કઇ છે.