સત્યના પ્રયોગો - ભાગ-4 - 20

  • 4.1k
  • 2
  • 1.3k

આ પ્રકરણમાં ગાંધીજીએ ઇન્ડિયન ઓપિનીયનનો પ્રથમ અંક કાઢવામાં કેવી મુશ્કેલી પડી તેનું વર્ણન કર્યું છે. ફિનિક્સમાં પહેલો અંક કાઢવો સહેલો ન હતો. એન્જિન ઓઇલ (મશીન) અટકે તો હાથ વડે ચલાવી શકાય તેવી વ્યવસ્થા કરવા વેસ્ટને ગાંધીજીએ કહ્યું તેથી તેણે એક ચક્ર રાખેલું. જેનાથી પ્રિન્ટિંગ મશીનને ગતિ આપી શકાય. છાપાનું કદ પણ રોજિંદા પત્રના જેવું હતું જેથી સંકટ સમયે નાના યંત્ર પર પણ પગ વડે થોડા પાનાં કાઢી શકાય. ઇન્ડિયન ઓપીનિયનના પબ્લિશ કરવાના પ્રથમ દિવસે જ મશીન ખોટકાયું. એન્જિનિયરના લાખ પ્રયત્નો છતાં તે ચાલુ ન થયું. વેસ્ટે ગાંધીજીને કહ્યું કે આ અઠવાડિયે છાપું નહીં નીકળે. છેવટે ગાંધીજીએ પ્રેસમાં જ રોકાઇ ગયેલા સુથારોની મદદથી હાથેથી ઘોડા વડે કામ શરૂ કર્યું. આમ સવાર સુધી ચાલ્યું. સવારે એન્જિનિયરે ફરીથી પ્રયત્ન કરતાં મશીન ચાલું થયું અને છાપકામ આગળ વધ્યું. ફિનિક્સમાં એવો પણ સમય આવ્યો કે જ્યારે મશીનથી કામ બંધ કરીને માત્ર ઘોડાથી કામ ચલાવવામાં આવ્યું. ગાંધીજીના મતે આ ઊંચામાં ઊંચો નૈતિક કાળ હતો