સત્યના પ્રયોગો - ભાગ-4 - 13

  • 4.9k
  • 1
  • 1.2k

આ પ્રકરણમાં ગાંધીજીના ‘ઇન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિક શરૂ કરવાની વાત કરવામાં આવી છે. 1904માં ‘ઇન્ડિયન ઓપિનિયન’ શરૂ થયું અને આ છાપાના એડિટર મનસુખલાલ નાજરને બનાવાયા. જો કે, ઘણુંખરૂ કામ ગાંધીજી પર જ રહેતું. આ છાપું સાપ્તાહિક ગુજરાતી, હિન્દી,તામિલ અને અંગ્રેજીમાં નીકળતું. પાછળથી તામિલ અને હિન્દી આવૃતિ બંધ થઇ. છાપું ચલાવવામાં ગાંધીજીની ઘણીખી બચત હતી તે બધી વપરાતી તેમ છતાં આ છાપું ચાલુ રહ્યું કારણ કે તેમાંથી પૈસા પૈદા કરવાનો કોઇ ઇરાદો ન હતો. પાછળથી ‘યંગ ઇન્ડિયન’ અને ‘નવજીવન’ પણ શરૂ થયા હતા. જેલના વર્ષોને બાદ કરતાં 1914ની સાલ સુધી એવા ‘ઇન્ડિયન ઓપિનિયન’ના એવા અંકો ભાગ્યે જ હશે જેમાં ગાંધીજીએ કંઇ લખ્યું ન હોય. ગાંધીજી લખે છે કે આ છાપા વગર સત્યાગ્રહની લડત જ ચાલી શકી ન હોત. દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓની લડતને આ છાપાએ જ વાચા આપી હતી. ગાંધીજીનું માનવું હતું કે વર્તમાનપત્ર સેવાભાગથી જ ચાલવાં જોઇએ. જો તેમાં અંકુશ બહારથી આવે તો નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે.