કાળુજી મેર - સૌરાષ્ટ્રની રસધારમાંથી

(213)
  • 15.5k
  • 45
  • 3.9k

કાળુજી મેર - ઝવેરચંદ મેઘાણી કીધી તેં જે કાળવા, લાખા વાળી લી, સૂબે નવસરડું તણો, દંડિયો ધોળે દી. મેરની દીકરીઓને તે દીનોનાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે. ઈશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી રાખવાનું મેરની દીકરીઓ શીખી નથી. જોરાવર તેાયે કોમળ જણાતી કાયા ઉઘાડી તોયે ધરતી પર ઢળી રહેતી કાળીભમ્મર બે અાંખો અને ભર્યું ભર્યું તોયે જરી કરુણાની છાંટવાળું મુખ : અને એવી કાયાને ઢાંકવાના ઢોંગ કરતો, પહાડપુત્રીઓના નીરોગી મસ્ત લાવણ્યને બહેલાવતો છૂટો પહેરવેશ અર્ધે માથે ટીંગાઈને પાની સુધી ચારે છેડે છૂટું ઝૂલતું એાઢણું : ઢીલું કાપડું : અને સહુથી જુદી ભાત પાડતું સફેદ પેરણું : ઘડીક જાણે મેર-કન્યા સાધ્વી લાગે, ઘડીક લાગે જોગમાયા, તો ઘડીકમાં વળી જોબનિયું હેલે ચડ્યું હોય એવી નવયૌવના લાગે, ઘરની એાસરીની ભીંત ઉપર મેરાણી આછા, ઘેરા, ગૂઢા, એવા ભળતા રંગોથી ચિત્રો આલેખે, માટી લઈને ઓરડામાં નકશીદાર કમાનો કંડારે, જોવા જનારને નિર્દોષ હાસ્ય હસી પોતાની કારીગરી બતાવે, અને ઘરની ઘેાડી, ગાય કે ભેંસ એારડાની અંદર જ આખી રાત બાંધી રાખે. અળગી કરે નહિ.