નસીબ - પ્રકરણ - 11

(258)
  • 12.9k
  • 6
  • 5.9k

અડધી રાત્રે ભુપતના કમરાની બહાર આછા બ્લ્યુ કલરના સ્વિમિંગ કોસ્ચ્યુમની ઉપર ગાઉન પહેરીને એક અપ્સરાથી પણ અધિક રૂપાળી યુવતી ઉભી હતી. ભુપત હેરતથી એ યુવતી સામે તાકી રહ્યો. કોણ છે આ હુસ્નપરી....? તેના જહેનમાં સવાલ ઉઠ્યો. એ યુવતીનો ડાબો હાથ બારસાખે અને જમણો હાથ તેની પીઠ પાછળ હતો. તે એટલી નજાકતથી અને અદાથી ઉભી હતી કે તેના ગાઉનમાંથી દેખાતા તેના સોનેરી દેહને જોઇને અનાયાસે જ ભુપતના મોંમાં પાણી ઉભરાવા લાવ્યું હતું... થોડી શંકા પણ ઉદભવી કે કદાચ ભુલથી આ પરી તેના દરવાજે તો નહી આવી ચડી હોય ને...? પરંતુ નહી...એ તો મારી સામે કાતીલ અદાથી મુસ્કુરાઈ રહી છે. તેના મનમાં ગલગલીયા થવા લાગ્યા....