વિષ વેરણી ભાગ ૧૩

(46)
  • 4.8k
  • 2
  • 1.7k

મુમતાઝ ની પેક કરેલી બેગ દરવાજા પાસે પડી હતી,અને દરવાજા માં બહાર નું તાળું તૂટેલું હતું,સમગ્ર પરિસ્થિતિ કડી જતા મને વાર ના લાગી કે અમી અને મુમતાઝ મુંબઈ થી આવ્યા જ છે અને અબુ એ દરવાજો નથી ખોલ્યો જેથી દરવાજાનો લોક તોડવો પડ્યો હતો,આ બધું જોઈને મને ખ્યાલ આવ્યો કે અમી પોતાનો ફોન અબુ પાસે મૂકી ગયા હતા મેં તે ફોન ઉપાડ્યો અને જોયું તો તેમાંથી ઇન્કમીંગ તેમજ આઉટગોઇંગ કોલ ની તમામ હિસ્ટ્રી ડીલીટ કરી દીધી હતી, જોકે હવે તે બધું વખોડવું એ મારા માટે બેકાર હતું, મારો ડૂમો ભરાઈ આવ્યો હતો પણ મને રડવું નહોતું આવતું,મારી પાસે ભેટી ને રડવા જેવું કોઈ હાજર ન હતું,મારી છાતી ભારે થઇ રહી હતી, મેં અસલમ ને ફોન કર્યો તો અસલમ એ કહ્યું કે હું મૈયત માં નહી પહોચી શકું તું તારી રીતે પતાવી લે, રૂકસાના,રજિયા અને બીજા સગા સંબંધી આવી ગયા, બધા સગા સંબંધી મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે મેં અબુનું મર્ડર કર્યું હોય,