નસીબ - પ્રકરણ - 10

(266)
  • 12.4k
  • 7
  • 5.7k

ખન્નાએ તંગ ચહેરા સાથે કહ્યું એક ઘૂંટડામાં તેણે વ્હિસ્કીનો ગ્લાસ ખાલી કર્યો. તેની આંખોમાં લાલાશ તરી આવી... આગળ નમીને તેણે ફરીથી પોતાનો ગ્લાસ ભર્યો. એવું નહોતું કે વિમલરાયના ભેજામાં ખન્નાની વાત નહોતી ઉતરતી. એ પણ જમાનો ખાઈ ચૂકેલ ચાલાક અને ખુર્રાટ માણસ હતો. અમથો તે કઈ ગૃહમંત્રીની ખુરશી નહોતો સંભાળતો...પરંતુ એ છતાં તેને ભૂપત પર ગળા સુધીનો ભરોસો હતો કે તેને જે કામ સોંપવામાં આવ્યું છે તે પૂરું કરશે જ... હાર જીત કઈ જગ્યાએ નથી મળતી. દરેક વખતે ભૂપત ચૂકે એ શક્ય નહોતું. ભુપત તેનો સૌથી જુનો અને સૌથી વફાદાર માણસ હતો. એટલે અત્યારના સંજોગોમાં તેને હટાવીને નવા માણસને કામ સોંપવું હિતાવહ નહોતું.