મોહનનો મસાલો

(18)
  • 4.2k
  • 6
  • 1k

“મસાલો એટલે અત્યારના યુવાન લોકો માટેનુ રેગ્યુલર લેવાતું ન્યુટ્રીશન” એમના માટે જીવનમાં દરેક વસ્તુ કરતા મસાલો સૌથી પહેલો. આ મસાલાનો ટ્રેન્ડ અત્યારે એટલો બધો વધી ગયો છે કે બજારમાં દર પાંચ માણસે એક માણસ તો તમને રોડનો કલર બદલાતો દેખાશે જ!! મસાલામાં એવુ તો શું હશે કે લોકો તેની પાછળ આટલા ગાંડા થઇ ગયા છે “જો કે એતો ખાઈએ તો જ ખબર પડે” આવો જવાબ આગળનાં પ્રશ્નનો અમને વારંવાર મળી ચુક્યો છે. અને “જો જે લ્યા ખાતો હોય...એકવાર ચાલુ કરીશ તો મારી જેમ રોજની ટેવ પડી જશે” આવું પણ બાજુમાં જ કેહવાવાળો મળી જાય. એટલે અમે હજુ સુધી ટેસ્ટ સુધ્ધા નથી કર્યો, હા પણ મિત્રો માટે ચૂનાની પોટલી ઘણીવાર તોડી છે!!