નસીબ - પ્રકરણ - 9

(274)
  • 12.8k
  • 13
  • 5.8k

હોટલની ફાઈવસ્ટાર રેસ્ટોરન્ટ ગ્રાઉન્ડ ફ્લોરના એક ભાગમાં બનાવવામાં આવી હતી. એ ભવ્ય એરકંડિશન્ડ રેસ્ટોરન્ટમાં પ્રેમ, અજય અને સુસ્મિતાએ જ્યારે એન્ટ્રી કરી ત્યારે સુસ્મિતાને જોઇને ત્યાં ભોજન લઇ રહેલા દેશી-વિદેશી પર્યટકોમાં ખળભળાટ વ્યાપી ગયો. કઈ કેટલાયના જુવાન હૈયા એમના શરીરમાંથી બહાર નીકળીને સુસ્મિતાને આવકારવા રેડ કાર્પેટ બનીને નીચે જમીન પર બિછાઈ ગયા હતા. ફક્ત પુરુષો જ શું કામ... ત્યાં જમતી સુંદર માનુનીઓ પણ સુસ્મિતાના રૂપથી અંજાઈને ઈર્ષાથી સળગી ઉઠી હતી. સુસ્મિતાના આગમનથી સમગ્ર હોલમાં એક વીજળી પડી હોય એવો માહોલ રચાયો હતો. ઘણા જુવાનીયાઓ તો સાવ બેશરમ બનીને નફ્ફટાઈથી આંખો ફાડીને સુસ્મિતાને નિખારવામાં મગ્ન બની ગયા હતા. જો કે એમાના મોટાભાગના લોકો એ નહોતા જાણતા કે સુસ્મિતા...