યોગ એ ફક્ત શારીરિક આસનો કે પ્રાણાયામ પૂરતું મર્યાદિત નથી. યોગ એ એક જીવનશૈલી છે, જીવન જીવવાની કળા છે. જે ખુદ યોગેશ્વર કૃષ્ણએ ભાગવદ-ગીતામાં વર્ણવી છે. યોગનાં કુલ ૮ અંગો છે. જેથી એને અષ્ટાંગ યોગ પણ કહેવામાં આવે છે. આ ૮ અંગો એ આઠ પગથિયાં છે જે માનવીને માનવજીવનની સર્વોચ્ચ અવસ્થા સુધી લઇ જવા સક્ષમ છે.