વિષ વેરણી ભાગ ૧૧

(45)
  • 5.2k
  • 1
  • 2k

અમે રોડ પર ચડ્યા જ હતા અને મેઘો મુશળધાર મંડાયો,સમીરા નું ધ્યાન મુશળધાર વરસાદ માં ડ્રાઈવ કરવામાં હતું અને મારું ધ્યાન સમીરાના માથા માંથી ટપકી અને તેણી ગળા ના પાછળ ના ભાગ માંથી સરકી ને પીઠ તરફ જતા પાણી ના ટીપાઓ પર હતું, સમીરની ઘઉંવર્ણ પીઠ પરથી સરકતું પાણી જોઈ મારો જમણો હાથ અનાયાસે તેણીના ખભા પર ક્યારે પહોંચી ગયો મને ખબર પણ ના પડી,મારા હાથ ના અંગુઠા ને અને તેની બાજુ ની બે આંગળીઓ ને સમીરા ના ખભા અને પીઠ નો સ્પર્સ મળતા મારા શરીર માં સળવળાટ થવા લાગ્યો, સમીરા મસ્તીમાં પાણીથી ભરેલા ખાબોચિયાની પરવાહ કર્યા વગર હુર્રીયો બોલાવતી જવા દેતી અને તે પણ મારા કપડા ઉપર ઉડતું,મેં મારો ડાબો હાથ સમીરા ના સાથળ પર સરકતો જવા દીધો,થોડી વાર ડ્રાઈવ કર્યા પછી સમીરા એ કહ્યું, “સલીમ મારે એકટીવા ને કન્ટ્રોલ કરવાની કે પછી મારી બોડી ને ”