નસીબ - પ્રકરણ - 8

(267)
  • 12.3k
  • 15
  • 5.7k

વિમલરાયે પોતાના પીએ ચીમન પરમારને આગલા દિવસે આ હોટલમાં ત્રણ કમરા જુદા જુદા નામે બુક કરવા કહ્યું હતું. એ વ્યવસ્થા ચીમન પરમારે બખૂબી કરી હતી. એક કમરો તેણે પોતાના નામે, બીજો ભૂપત પટેલના નામે અને ત્રીજો કમરો કોઈ આર. કે ખન્નાના નામે બુક કર્યો હતો. વિમલરાય ચીમન પરમારના નામે બુક થયેલા સ્યૂટમાં ઉતર્યો હતો. હવે તેને બીજા વ્યક્તિઓની રાહ જોવાની હતી. રાતના આશરે નવેક વાગ્યે ત્રણ શખ્શો હોટલના ભવ્ય રિસેપ્શન સેન્ટર પાસે આવ્યા. તેમાં એક ભૂપત પટેલ, બીજો મંગો અને ત્રીજો વેલજી હતો. તેઓએ ઠીકઠાક કહી શકાય તેવા કપડા પહેર્યા હતા. વેલજીએ રિસેપ્શન પર પુછતાછ કરી. ભૂપતના નામે બુક થયેલા કમરાની ચાવી લઇ આવ્યો...