વિષ વેરણી ભાગ ૧૦

(46)
  • 5.2k
  • 5
  • 1.9k

સમીરાના અબુ નો ફોન કટ થતા મારા હૃદયના ધબકારાની ગતી બમણી થઇ, મારા ફેફસા માં શ્વાસ ઘૂંટાવા લાગ્યો, મને એન્ઝાઈટી થવા લાગી એક બાજુ મારા દિલ ઉપર સમીરાએ મુકેલ કાળમીંઢ પથ્થરનો વજન વધી રહ્યો હતો, બીજી બાજુ સ્ટેમ્પ પેપરના કાળા અક્ષરનું મારી સામે પ્રેઝેન્ટેસન સ્લાઈડની જેમ ફરતું, આવા સમયે મને એન્ટી-ઓક્સીડેન્ટ પીણા ની જરૂર હોય એવું સમીરા કહેતી, હું ધીમી ગતિએ ધ્રુજતા પગે રસોડામાં ફ્રીજ તરફ જઈ ફ્રીજ માંથી લીંબુ કાઢી અને બે બે ફાડ આખી એક ગ્લાસ માં નીચોવી બે પીસ બરફ નાખી ફ્રીજ માં પડેલી અડધી ભરેલી પાણી ની બોટલ થી ગ્લાસ ભરી, બે ચમચી ખાંડ નાખી ઉતાવળે ચમચી થી હલાવી અને એકજ સીપમાં પી ગયો, ગ્લાસ માં ના લીંબુ ના બીજ સાથે ગળા થી નીચે ઉતારી ગયો, ગ્લાસ માં કડવું ઝેર હોત તો પણ ઉતરી ગયું હોત લીંબુ ના બીજ ની શું વિસાત મને મારા ધબકારા ને શાંત કરવા હતા, મારા મગજ માં ચાલી રહેલ ધમાસાણ થી અજાણ અમી અસલમ અને મુમતાઝ બેડરૂમ માં ચાલ્યા ગયા, હું આમ તેમ ચપ્પલ શોધી રહ્યો હતો, સોફાની નીચે પડેલા ચપ્પલ પહેરી અને હું પગથીયા ઉતરી ગયો.