કર્મનો કાયદો ભાગ - 33

(13)
  • 5.2k
  • 6
  • 1.7k

કર્મનો કાયદો શ્રી સંજય ઠાકર ૩૩ કર્મનો સંતોષ કર્મ સંતુષ્ટિ ત્રણ પ્રકારની ગણવામાં આવી છે : ઇચ્છાસંતુષ્ટિ, કર્તવ્ય સંતુષ્ટિ અને આત્મસંતુષ્ટિ. ઇચ્છાસંતુષ્ટિ : માણસ જે-જે ઇચ્છા કરે તે માટે કર્મ કરતાં ઇચ્છાઓ પૂર્ણ થઈ તેનો જે સંતોષ મળે તે ઇચ્છાસંતુષ્ટિ છે. જોવાની, સાંભળવાની, ખાવાની, પીવાની વગેરે ઇચ્છાઓ કર્મના માર્ગે પૂરી થતી રહે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના પાંચ વિષયો ઇન્દ્રિયોમાં વિવિધ ઇચ્છાઓ કરાવતા રહે છે. યથાયોગ્ય કર્મો કરીને માણસ તેની સંતુષ્ટિ મેળવતો રહે છે, પરંતુ ઇચ્છા સંતુષ્ટિ નિત્ય નથી. કોઈને આજે જલેબી-ફાફડા ખાવાની ઇચ્છા થઈ અને ખાઈ લે તો ઇચ્છાની સંતુષ્ટિ થઈ જાય, પરંતુ એક વખત જલેબી-ફાફડા ખાઈ